1951 થી જુના 7/12 ની નકલ અને 8 અ ના ઉતારા ઓનલાઇન મેળવો Anyror Gujarat

Are You Finding For Anyror 7 12 and 8 a Utara Gujarat। શું તમે 1951 થી જુના 7/12 ની નકલ online print ઉતારા મેળવવા માંગો છો? 7 12 ની નકલ તેમજ 8 અ ના ઉતારા anyror gujarat પરથી મેળવી શકો છો. ઘર બેઠા ઓનલાઇન તપાસો જમીન માલિક કોણ છે? જમીન પર કેટલો બોજો છે? વગેરે માહિતી તમને મિલકત ના 7-12 પરથી મળી જશે. તો ચાલો જાણીયે 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કેવી રીતે કરી શકાય.

7/12 ની નકલ online તેમજ 7 12 અને 8 અ ના ઉતારા : હવે 7/12 અને 8-અ ની નકલ કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. Anyror @Anywhere વેબસાઈટ પરથી ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય છે. 7/12 Utara Online | Urban/Rural Area Land Records | Gujarat Bhulekh Naksha Online | Gujarat માં Online 7/12 Utara જોવાની સ્ટેપ બાય સ્ટેપ રીત। 7/12 અને 8-અ ના દાખલા કઢાવો ઓનલાઇન

7/12 ની નકલ online 2023 : હવે કોઈપણ જમીન ના જુના રેકર્ડ કે નવા 7 12 8અ ના ઉતારા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ માં ઓનલાઇન જોઈ શકો છો. આજના આ ડીજીટલ યુગ માં બધી વસ્તુ ઓનલાઇન જોઈ શકાય છે તો ગુજરાત સરકાર પણ ડિજિટલ સેવામાં પાછળ નથી. ગુજરાત સરકારના દરેક ખાતામાં હવે ઓનલાઇન સેવા ને ભાર આપી અને લોકો પણ પોતાનો ટાઈમ બગાડ્યા વગર બધું ઓનલાઇન જોઈ શકે અને ઓનલાઇન ડાઉનલોડ કરી શકે તે માટે સરકાર દ્વારા AnyRoR Anywhere અને iORA portal પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે જેમાં ઓફલાઈન સિસ્ટમ જેવી જ સરળ પ્રકિયા છે.

Table of 7 12 અને 8 અ ના ઉતારા મેળવો ઓનલાઇન

આર્ટિકલનો વિષયAnyRoR 7/12 Utara Online
ભાષાગુજરાતી અને English
સેવાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ
ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
Official Website AnyRoRhttps://anyror.gujarat.gov.in/
Official Website i-ORAhttps://iora.gujarat.gov.in/

1951થી 2024 ના જુના 7/12 ના ડેટા

આજે આપણે ગુજરાત સરકારના Revenue Department દ્વારા જે જુના જમીન મેહસૂલ રેકર્ડ ઓનલાઇન અપલોડ કરવામાં આવ્યા છે જેમાં Land Record એટલે કે મેહસૂલી નમૂના 7/12, 8અ, નમૂના નં 6 વગેરે તમે ઓનલાઇન જોઈ શકો છો અને જુના જમીન રેકોર્ડ ને PDF ના રૂપ માં ડાઉનલોડ કરી શકો.

7/12 ના ઉતારા અને 8-અ શું છે ?

anyror gujarat : જે ખેડૂત મિત્રો પોતાના માલિકીના જમીન ધરાવે છે તે દરેક જમીન 7/12 8 અ ના utara માં નોંધાયેલ હોય છે.તો આજે આપણે 7/12 8અ ગુજરાત online ની વિગત વાર ચર્ચા કરીશું.

નમૂના 7 એટલે કે સર્વે નંબર જે પોતાની માલિકીનો હોય છે જેમાં ખેડૂતનું નામ, જમીનાનો પ્રકાર, જમીનનું ક્ષેત્રફળ અને જમીનાનો આકાર દર્શાવેલ હોય છે અને જમીનના આ ઉતારા દ્વારા ખેડૂત પોતાના પાક પર કોઈપણ બેન્ક માંથી લોન મેળવી શકે છે

નમૂના નંબર 12 એ આમ જોવા જઈએ તો 7 અને 12 બને ભેગા જ છે બસ ફરક એટલો છે કે ગામના નમૂના નંબર 12 માં કૂવો, બોર કે ઝાડ જે સર્વ નંબર માં અત્યારેની સ્થિતિ જોતા જોવા મળે છે તો તેની નોંધણી નમૂના નંબર 12 માં થાય વધુમાં સિંચાઈ ના દરેક સ્ત્રોત આ નમૂના માં નોંધાયેલ હોય છે. જો તમારે લાઈટ કનેક્શન ની જરૂર પડે ત્યારે આ ઉતારની ખાસ જરૂર પડે છે

8 અ ને કહીએ તો એક પ્રકારનું ખાતું છે જેમાં દરેક સર્વે નંબર ની માહિતી મળે છે. ઉદાહરણ તરીકે એ એક અનુક્રમણિકા છે જેમાં દરેક પાઠ ( સર્વે નંંબર) ની માહિતી મળી જાય છે.

મિત્રો હવે તમે 7/12 8અ ગુજરાત online ના ઉતારા શું છે એતો ખબર પડી ગઈ હશે. હવે આપણે AnyRoR Anywhere અને iORA portal પોર્ટલ શુ છે અને 7/12 ની નકલ online print કેવી રીતે મેળવશું તેની માહિતી જોઈશું.

Anyror Anyware Gujarat પોર્ટલ શું છે ?

આ એક ગવેર્નમેન્ટ પોર્ટલ છે જેમાં તમે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ના જમીનના રેકર્ડ ઓનલાઇન જોઈ શકો છો. જેમાં સરકાર દ્વારા જુના રેકર્ડ કે જે વર્ષ 1951થી 2004 ના જુના 7/12 ના ડેટા હસ્ત લેખિત હતા તે પણ સ્કેન કરી સરકાર દ્વારા ઉપલોડ કરવામાં આવ્યા છે. તો મિત્રો જો તમે તમારા જુના રેકર્ડ અથવા નવા મેહસૂલી રેકર્ડ જોવા માંગતા હોવ તો આ પોર્ટલ ની મુલાકાત જરૂર લેજો.

મિત્રો, તમને ખબર તો પડી ગઈ હશે કે AnyRoR anyware શું છે, તો હવે આપણે અહીં જોઈશું કે AnyRoR ઉપરથી જુના અને નવા 7 12 8અ ના ઉતારા ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરશું તેના માટે તમેં નીચેના સ્ટેપ જુઓ.

Agenda for Anyror gujarat | 7 12 8અ ના ઉતારા

AnyROR Gujarat : ગુજરાતની જમીન રેકોર્ડિંગની ઓનલાઈન તપાસ માટે એક વેબસાઈટની જાણ કરે છે. તે ગુજરાતના રાજસ્વ વિભાગ દ્વારા ઈ-ધારા પર લોંચ કરવામાં આવ્યું હતું. AnyROR નું  ફૂલ ફોર્મ ‘એની રેકોર્ડ્સ ઑફ રાઈટ્સ એનિવવેર ઇન ગુજરાત’ છે. તમે ગુજરાત જમીન રેકોર્ડ અથવા AnyROR Gujarat 7 12 ઓનલાઇન અને 8A anyror.gujarat.gov.in પર જોઈ શકો છો. તમે આ વેબસાઇટ પરથી આરઓઆર, જમીન રેકોર્ડ પ્રમાણપત્ર (જંત્રી) વગેરે પણ મેળવી શકો છો.

AnyROR Gujarat જમીન રેકોર્ડના લાભો

  • જમીનના માલિકી હકોનું રક્ષણ કરે છે
  • બેંક લોન સરળતાથી ઉપલબ્ધ છે
  • જમીન વિવાદો અને મુકદ્દમાઓના કિસ્સામાં માલિકી નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કાર્ય કરે છે.
  • જમીનનું વેચાણ કરતી વખતે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને આ ખરીદનારને જમીનની વિગતોને ક્રોસ-ચેક કરવામાં મદદ કરે છે.
  • એપ્લિકેશન મફત છે અને રેકોર્ડ્સ તપાસવા માટે ઓછો સમય લે છે
  • ગુજરાતમાં જમીનના રેકોર્ડના પ્રકાર
  • આ પોર્ટલ જમીનના રેકોર્ડને ઓનલાઈન જાળવવા અને અપડેટ કરવા માટે સરકાર દ્વારા ચકાસાયેલ ફોર્મ પ્રદાન કરે છે. જમીનના રેકોર્ડના પ્રકારો છે-
  • VF 6 (ગામનું ફોર્મ 6) – જમીનના રેકોર્ડમાં રોજબરોજના ફેરફારની જાળવણી ગ્રામીણ એકાઉન્ટન્ટ અથવા તલાટી દ્વારા કરવામાં આવે છે. VF 6 દ્વારા મેળવવામાં આવે છે.
  • VF 7 (ગામનું ફોર્મ 7) – તે 7/12 અથવા સાતબારા ઉતરા તરીકે પણ ઓળખાય છે. સર્વે નંબર VF 7 થી મેળવવામાં આવે છે.
  • VF 8A (ગામનું ફોર્મ 8A) – તે ખાટાની વિગતો પ્રદાન કરે છે
  • 135 ડી – તે પરિવર્તનની સૂચના છે. જ્યારે કોઈ વ્યક્તિ મ્યુટેશન માટે અરજી કરે છે, ત્યારે વિલેજ એકાઉન્ટન્ટ 135D જારી કરે છે.

AnyROR Gujarat Agenda | 7/12 ની નકલ online 2024

AnyROR કોઈપણ જગ્યાએ જઈને કા ઉપયોગ ગુજરાતમાં તમામ ભૂમિ અભિલેખોને ડિજિટાઇઝ કરવા માટે છે. આ હેતુનો હેતુ ગુજરાતના નાગરિકોની જમીનની માહિતી જેવી કે ભૂસ્વામી વિગતો, જમીન ક્ષેત્ર અને પ્રકાર વગેરે મેળવવામાં મદદ કરવી. AnyROR Portalનું ઉદ્દેશ્ય પારદર્શિતા બનાવવું અને જમાદારની વેબસાઇટની સુરક્ષા કરવી પણ છે. કોઈપણ આરઓઆર વિગતો માત્ર ન માત્ર વપરાશકર્તાની ભૂમિતિ રેકોર્ડ ઓનલાઈન કરવા માટે મદદ કરી શકે છે, ચોક્કસ ફસલ ઋણ અથવા જ્યારે પણ જરૂરી હોય તો પાવર કનેક્શન પણ પ્રાપ્ત થાય છે.

7 12 ની નકલ આ એપ પર કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે?

  • ગ્રામીણ જમીન રેકોર્ડ
  • શહેરી જમીન રેકોર્ડ
  • મિલકત શોધ
  • જમીન ખરીદવા, પ્રીમિયમ ચૂકવવા વગેરેની પરવાનગી મેળવવા માટે ઓનલાઈન અરજી.

Rural Land Records 7/12 ની નકલ online print

ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાના જમીનનો રેકોર્ડ જોવા માટે મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઇટ જવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારના  કયા-કયા જમીન રેકોર્ડ ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)
  • જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
  • VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
  • ગા.ન- 8અ ની વિગતો)
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
  • 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • New Survey No From Old For Promulgated Village
  • Entry List By Month Year
  • Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
  • Know Survery No Detail By UPIN

Urban Land Records 1951થી 204 ના જુના 7/12 ના ડેટા

શહેરી વિસ્તારના નાગરિકો પોતાની જમીનનો રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે. શહેરી વિસ્તારનો જમીન રેકોર્ડ જોવા માટે પણ મહેસૂલ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ જવાનું રહેશે. કયા-કયા Urban Land Record ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

  • Survey No Detail (સરવે નંબરની વિગતો)
  • Nondh No.Details
  • 135-D Notice Details
  • Know Survey No. By Owner Name
  • Entry List By Month Year
  • Know Survey No Detail By UPIN

ઈન્ટરનેટ પર AnyRoR અથવા i-ORA પોર્ટલ ચાલુ કરો

સૌ પ્રથમ ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ. ત્યાં ચોથા નંબર પર VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નીચે Select any one ( (કોઇ એક પસંદ કરો) એવુ લખેલું હશે. ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની વિગતો ખુલશે. આ વિગતોમાંથી જે પણ મહેસૂલી નમૂનાની વિગત જોઈતી હોય તેને સિલેક્ટ કરો.

કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ નકલ ઓનલાઇન મેળવી શકશે તેમણે ઉમેર્યું કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.

I-ORA Gujarat પર ઉપલબ્ધ સેવાઓ | 7/12 ના ઉતારા

iORA એટલે કે Integrated Online Revenue Applications થાય છે. મહેસૂલ વિભાગની આ વેબસાઈટ પર જમીનને લગતી ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. જમીનને લગતી સેવાઓ નીચે મુજબ છે.

  • પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા
  • બિનખેતી પરવાનગી મેળવવા
  • બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી
  • પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
  • જમીન ખરીદવા પરવાનગી મેળવવા
  • હક્કપત્રક સંબંધિત અરજી
  • સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ
  • સબ-રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી
  • જમીન માપણી સંબંધિત અરજી
  • ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા
  • ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020

7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ના સ્ટેપ

  • સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.
  • AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
  • કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
  • મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.
  • Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
  • ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
  • તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.
  • ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
  • હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
  • .જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.

નોંધ :-

A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે.

B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.

  • પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.

નોંધ :-

A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.

  • ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.
  • Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.
  • ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.

Important Link

AnyRoR Gujarat WebsiteClick Here
i-ORA Gujarat PortalClick Here
Download Digitally Signed RoRClick Here
Check URBAN Land RecordsClick Here
Check Rural Land RecordsClick Here
New Online ApplicationClick Here