Sankat Mochan Yojana 2024 : રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ મેળવો 20 હજાર રૂપિયાની સહાય

Sankat Mochan Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક યોજનાઓ શરુ કરવામાં આવી છે, ગરીબ વર્ગમાં જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતા પરિવાર ઉપર મોટી આપદા આવી પડે છે. સરકાર દ્વારા આવા પરિવારોના હિત માટે સંકટ મોચન યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ મરણ પામેલ વ્યક્તિના પરિવારને આર્થિક રીતે સદ્ધર કરવા રૂપિયા 20,000 ની સહાય મળવાપાત્ર છે.

યોજના હેઠળ ગરીબ પરિવારોમાં મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થતા આર્થિક આફતમાં સહારો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા “સંકટ મોચન યોજના” શરુ કરવામાં આવી છે. ગરીબ પરિવારને આર્થિક રીતે મજબુત થવા માટે સંકટ મોચન યોજના હેઠળ મુર્ત્યું પામનાર વ્યક્તિના વારસદાર ને સહાય આપવામાં આવે છે.

Sankat Mochan Yojana 2024

યોજનાનું નામસંકટ મોચન યોજના 2024 (Sankat Mochan Yojana)
યોજના સંબંધિત સરકારી વિભાગસમાજ સુરક્ષા વિભાગ
યોજના માટે અરજી કરવાની સમયમર્યાદામુત્યુ પામનાર વ્યક્તિના મૃત્યુ પછી 2 વર્ષમાં વારસદારે અરજી કરવી
યોજના લાભાર્થી વર્ગ0 થી 16 નો સ્કોર BPL લાભાર્થી
0 થી 16 નો સ્કોર BPL લાભાર્થીરૂપિયા 20,000 એક વખત

પાત્રતા

  • ગરીબ પરિવારમાં ગરીબી રેખાનો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોય તે પરિવારોને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે.
  • પરિવારમાં મૃત્યુ થયેલ વ્યક્તિ મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ) હોવા જોઈએ.
  • સહાય મેળવવા માટે નિયત સમય મર્યાદામાં મામલતદારશ્રીની કચેરી ખાતે આધાર પુુુુુરાવા સાથે અરજી કરવાની રહેશે.
  • મુત્યુ પામનાર વ્યક્તિ સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. 18 વર્ષથી ઓછી ઉંમરના પરિવારના સ્વજનના મૃત્યુના કિસ્સામાં સહાય મળવાપાત્ર નથી.
  • સ્વજનના મૃત્યુ પછીના 2 વર્ષના સમયગાળામાં વારસદારે અરજી કરવાની રહેશે.

સંકટ મોચન યોજનાનો હેતુ

સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાત સરકાર આર્થિક રીતે અસમત વર્ગને સહાય કરવાના હેતુથી વિવિધ યોજનાઓ ચલાવે છે જેમણે સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે તેમનો દેશ પ્રાકૃતિક અથવા અકસ્માત ના કારણે પરિવારના મુખ્ય વર્તન કરનારના અસમર્થ અંગને મૃત્યુ થવાના પછી અને આ અચાનક આપત્તિ અથવા મુશ્કેલી સ્થિતિમાં પરિવારને આર્થિક રીતે મદદ આપવા માટે સંકટમોચન યોજના અથવા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નો લાભ પ્રદાન કરવાનો ઉદ્દેશ છે.

સહાયની રકમ

સંકટમોચન યોજના જેને ગુજરાતમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે ઓળખાય છે મુખ્ય વર્તન કરતા ની મૃત્યુ થવાની અવસ્થામાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત સહાય આપવામાં આવે છે જેમણે પરિવારને ₹20,000 ની સહાય કરવામાં આવે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  • મૃત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર
  • મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો
  • ગરીબી રેખા ની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ ની નકલ
  • બેન્ક એકાઉન્ટ

સહાયની ચુકવણી

  • ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.

સંકટ મોચન યોજના અરજી ફોર્મ

સંકટ મોચન યોજના હેઠળ રૂપિયા 20,000 સહાય મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ફોર્મ માં યોગ્ય માહિતી ભર્રી દસ્તાવેજ સાથે રાખી VCE ને કે જનસેવા કેન્દ્ર ખાતે અરજી આપવાની રહે છે. મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદાર નીચે જણાવેલ સ્થળોથી ફોર્મ મેળવી શકે છે.

  • ગ્રામ પંચાયત ઈ-ગ્રામ સેન્ટર ખાતે.
  • જનસેવા કેન્દ્ર
  • પ્રાંત કચેરી
  • મામલતદારશ્રીની કચેરી
  • કલેકટરશ્રીની કચેરી સમાજસુરક્ષા શાખા.

મળવા પાત્ર સહાય રીતે ચુકવણી કઈ રીતે કરવામાં આવશે?

રસ્તા દ્વારા અરજી કર્યા બાદ તાલુકા મામલતદાર શ્રી દ્વારા અરજી પત્રકની ચકાસણી થાય છે તેને મળવા પાત્ર મંજૂર કરેલ છે લાભાર્થીને સહાય મંજૂર થયેલી સહાય મંજૂરીનો હુકમ આપવામાં આવે છે જેના આધારે સહાય ચૂકવવા આવશે જેથી સાચવીને રાખવાનો રહેશે સમાજ સુરક્ષા દ્વારા બેંક ખાતામાં સીધી ડીબીટી દ્વારા સહાય ચૂકવવામાં આવશે

સંકટ મોચન યોજના અરજી કઈ જગ્યાએ કરવી?

સ્વજનના મૃત્યુ બાદ પરિવારજનો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના ઈ ગ્રામ સેન્ટર ખાતે વીસીઈ મારફતે ઓનલાઈન કરી શકાશે આ ઉપરાંત શહેરી વિસ્તારના રોજદારોએ તાલુકા કેન્દ્ર કે મામલતદાર શ્રી ની કચેરી ખાતેથી ઓનલાઇન અરજી કરી શકાશે