Govt Schemes

Khedut Mobile Sahay Yojana । ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024

Are You Looking Khedut Mobile Sahay Yojana 2024 । શું તમે ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024 વિષે પુરી જાણકારી જનાવવમાં આવી છે તો નેટ સુધી વાંચવા વિનંતી.

ખેડૂત મોબાઈલ સહાય યોજના : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વર્ષ 2024 માટે યોજનાઓ અમલી બનાવેલ છે.

વર્તમાન ડિજીટલ યુગ છે. અત્યારે હાલમાં Artificial Intelligence, Chat GPT, Open AI વગેરે ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ ડિજીટલ બને તેવુ ધ્યેય રાખ્યું છે. ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

તો સહાય આપવામાં આવશે. આ યોજના દ્વારા ખેડૂત મોબાઈલ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. Khedut Mobile Sahay Yojana 2024 નો લાભ લેવા માટે શું શું ડૉક્યુમેન્‍ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું.

ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે Digital Service નો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો IT Technology ના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Table of Khedut Mobile Sahay Yojana

યોજનાનું નામખેડૂત મોબાઈલ સહાય યોજના 2024
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશસ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય
લાભાર્થીરાજ્યના ખેડૂતો
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કરવા Direct LinkIkhedut Portal Direct Link

ખેડૂત મોબાઈલ સહાય યોજના

ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સ્માર્ટફોનની ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

જેને ધ્યાને રાખીને કૃષિ વિભાગ દ્વારા Gujarat Farmer Free Smartphone Scheme 2024 બનાવેલ છે. ખેડૂતો Smartphone ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, SMS તથા વીડિયોની આપલે કરી શકે છે.

જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર થશે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો હેતુ

ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

ખેડૂત મોબાઈલ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન પર ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
  •  આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે.
  • સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

ખેડુત મોબાઈલ સહાય યોજનાનો લાભ

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.

  • ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.
  • ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
  • દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.
  • કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો SmartPhone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.
  • આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.
  • સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ ?

  • ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
  • રદ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
  • મોબાઈલનો IMEI નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
  • AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ

ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો

આ યોજનાનો લાભ લેવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે. લાભાર્થી ખેડૂત દ્વારા નિયમોનું પાલન કરનાર ખેડૂતને સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે નિયમો નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ લેવા માટે ઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • મંજુર થયેલ અરજીઓની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.
  • આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.
  • નિયત સમયમાં SmartPhoneની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે
  • સહી કરેલ પ્રિંટઆઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.

ખેડૂત મોબાઇલ સહાય યોજના 2024 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી

ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Khedut Mobile Sahay Yojana 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.

  • સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે
  • જ્યાં ikhedut portal ની Official Website  ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને  Captcha Image નાખવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Arji કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દ્વારા Farmer Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • અરજી પ્રિન્‍ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્‍ટ સાથે આપવાની રહેશે.

Important Link

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો



Related Posts

Berojgari Bhatta Yojana Apply Online 2024

Berojgari Bhatta Yojana Online Apply : बेरोजगार छात्र-छात्राओं को सरकार बेरोजगार भत्ता देगी इस के लिये बेरोजगारी भत्ता योजना शुरू की है। इस योजना के लिए आवेदन करना भी आसान है। इस योजना के माध्यम से...

महिलांना रोजगारासाठी पिंक (गुलाबी) ई-रिक्षा योजना | Maharashtra Pink E Rickshaw Yojana 2024 Apply Online

महिलांना रोजगारासाठी पिंक (गुलाबी) ई-रिक्षा योजना: या योजनेअंतर्गत राज्यातील 17 शहरांतल्या 10 हजार महिलांना पिंक ई-रिक्षा खरेदीसाठी अर्थसहाय्य उपलब्ध करुन दिले जाते. राज्यातील महिला व मुलींना रोजगार निर्मितीस चालना देणे, त्यांचे आर्थिक, सामाजिक पुनर्वसन करणे, स्वावलंबी,...

मुख्यमंत्री माझी लाडकी बहीण योजना: ऑनलाईन अर्ज स्वतः भरा अँप मधून | Mukhyamantri Mazi Ladki Bahin Yojana Online Apply

मित्रांनो, आपल्या महाराष्ट्र राज्यातील महिलांसाठी व मुलींसाठी सरकार वेळोवेळी नवं नवीन योजना राबवित असते. त्यातच नुकतेच राज्याचे उपमुख्यमंत्री माननीय अजित पवार यांनी दिनांक 28 जून 2024 रोजी महाराष्ट राज्याचा अर्थसंकल्प सादर केला. या अर्थसंकल्पात सरकारने महिलांसाठी...

Agriculture Loan Scheme 2024 Apply Online

Kisan Karj Mafi Yojana (Farmer Loan Waiver Scheme) : The national government is implementing new programs to benefit all farmers, providing significant relief to the agricultural community. One such initiative is the Farmer Loan Waiver Scheme,...

Vahli Dikri Yojana Gujarat 2024 Apply Online

Vahli Dikri Yojana Gujarat 2024: वाहली दिकरी योजना (Vahli Dikri Yatra) गुजरात सरकार द्वारा शुरू की गई है। जिस परिवार में बेटी का जन्म होता है उस परिवार को राज्य सरकार द्वारा वित्तीय सहायता प्रदान की जाती...

Manav Kalyan Yojana 2024 Apply Online | માનવ કલ્યાણ યોજના 2024 ઓનલાઈન અરજી કરો

The Gujarat government has launched a new scheme to provide financial assistance to its state’s citizens. The scheme is called Manav Kalyan Yojana 2024. The Manav Kalyan Yojana has been developed with the aim of economic...

Ikhedut Portal Yojana 2024 :ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024

Ikhedut Portal Yojana | ગુજરાત ખેતીવાડી ની યોજનાઓ 2024 : ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. આ તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજી માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ...

Free Silai Machine Yojana 2024 Apply Online

The “Sewing Machine Scheme” is an initiative carried out by the Haryana Labour Welfare Board (HLWB), which falls under the Labour Department of the Government of Haryana. This scheme provides financial aid amounting to ₹4,500/- to...

Free Scooty Scheme 2024 Apply Online

The government has recently released a notification for the Electric Scooter Yojana, a scheme administered by the Labor Department, with a specific focus on the daughters of registered construction workers. Aspiring individuals meeting the eligibility criteria...

Apply Online for Free Scooty Yojana 2024

The Haryana government has recently announced the Electric Scooter Yojana, an initiative managed by the Labor Department, specifically designed for the daughters of registered construction workers. Interested candidates who meet the eligibility requirements can now submit...