Ikhedut Pashupalan Loan Yojana 2024 : આઈ ખેડૂત પશુપાલન લોન યોજના 2024 : નમસ્કાર મિત્રો, શું તમે પણ પશુ ખરીદવાનું વિચારી રહ્યા છો? પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા માટે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નવી યોજના શરુ કરવામાં આવી છે. આ નવી યોજનાનું નામ પશુપાલન લોન યોજના છે. જેના હેઠળ પશુપાલકોને પશુ ખરીદી માટે લોન ઓફર કરવામાં આવે છે.
ભારતમાં ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારોમાં ધંધા પ્રત્યે પ્રોત્સાહન વધવા લાગ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં ભારત સરકારે ગ્રામ્ય જીવન જીવતા નાગરિકોને આર્થિક રીતે સદ્ધર થવા તથા દુધની માત્રામાં વધારો કરવા માટે નવી લોન યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતો તથા પશુપાલકોને પશુ કાર્ય કરવા માટે આર્થીક સહાય પૂરી પાડવામાં આવે છે.
ઇખેદુત પશુપાલન લોન યોજના 2024
આઈ ખેડૂત પશુપાલન લોન યોજના 2024 માટે કોઈ પણ ખેડૂત સહકારી બેંક ખાતે અરજી કરી શકે છે. જેમાં SBI બેંક દ્વારા આ લોન રકમ પ્રાપ્ત કરવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં અમે તમને SBI એનિમલ હસબન્ડરી લોન માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું. આ આર્થીક રકમનો ઉપયોગ કરી તમે પશુપાલન કાર્ય સરળતાપૂર્વક કરી શકો છો.
આઈ ખેડૂત પશુપાલન લોન યોજના 2024
મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર શરુ કરવામાં આવેલી પશુપાલન લોન યોજના માટે અરજી ફોર્મ ભરવાના શરુ થઇ ગયા છે. આ યોજના માટે અરજી ફોર્મ કઈ રીતે ભરવું તથા લોન મેળવવા માટે કઈ કઈ પાત્રતા અને જરૂરી દસ્તાવેજ હોવા જોઈ તેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
આઈ ખેડૂત પશુપાલન લોન યોજના 2024 માટેની પાત્રતા
મિત્રો, પશુપાલન લોન યોજનાનો લાભ માત્ર ભારત દેશના મૂળ નાગરિકોને જ મળશે. અન્ય દેશના કોઈ પણ નાગરિક આ યોજનાનો લાભ મેળવી શકશે નહિ. આ યોજન્નાઓ લાભ ખેડૂત તથા વ્યવસાયિક રીતે પશુપાલન અપનાવવા ઈચ્છિત નાગરિકોને જ મળશે.
અગાઉ પશુપાલનનો વ્યવસાય કરી ચુક્યા હોય અને ફરી પોતાનો વ્યવસાય શરુ કરવા ઈચ્છિત નાગરિકોને પણ આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર નાગરિકનું સિબિલ સ્ટેબલ હોવું જોઈએ અને અન્ય SBI બેંકમાં કોઈ પણ લોન બાકી ન હોવી જોઈએ.
નોધ: અરજદાર નાગરિકનું SBI બેંકમાં ખાતું હોવું જોઈએ.
જરૂરી દસ્તાવેજ
પશુપાલન લોન યોજના મેળવવા માટે અરજદાર પાસે નીચેના જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ.
- અરજદારનું પાન કાર્ડ
- અરજદારનું આધાર કાર્ડ
- આવકનો દાખલો
- સરનામાનો પુરાવો
- જાતિનું પ્રમાણપત્ર
- ધંધો રિપોર્ટ
- બેંક ખાતા પાસબુક
- પાસપોર્ટ ફોટા
SBI પશુપાલન લોન વ્યાજ દર
મિત્રો, પશુપાલન લોન યોજના હેઠળ લોન વ્યાજ દર 7 ટકા થી શરુ થશે. પરંતુ મોટા ભાગમાં લોનની રકમ પર વ્યાજ દર આધારિત હોય છે. SBI બેંક દ્વારા રૂપિયા 1.60 લાખ સુધીની લોન મેળવવા પર કોઈ પણ વસ્તુ ગીરવી રાખવાની જરુરુ નથી. પરંતુ જો તમે આ રકમથી વધુની લોન મેળવો છો તો તમારે લોન રકમ આધારિત મુલ્ય ગીરવી રાખવું આવશ્યક છે.
આઈ ખેડૂત પશુપાલન લોન યોજના 2024 લોન પ્રક્રિયા | Ikhedut Pashupalan Loan Yojana 2024
મિત્રો, જો તમે પણ ઉપરની તમામ પાત્રતાને અનુસરો છો અને લોન માટે પાત્રતા ધરાવો છો તો તમારે નીચે જણાવેલ સ્ટેપ બાય સ્ટેપ પગલાને અનુસરવું.
પગલું 1: સૌ પ્રથમ SBI બેંકમાં જાઓ.
પગલું 2: ત્યાર બાદ, પશુપાલન લોન વિશેની તમામ માહિતી મેળવો.
પગલું 3: હવે, પશુપાલન લોન ફોર્મ મેળવી તમામ માહિતી ભરો.
પગલું 4: ત્યાર બાદ, માંગ્ય મુજબ તમામ દસ્તાવેજ જોડો.
પગલું 5: ભરેલા ફોર્મમાં ફરીથી તમામ માહિતી અને દસ્તાવેજની ચકાસણી કરી જે તે સંબંધિત અધિકારીને મળો.
પગલું 6: તમારા દ્વારા પશુપાલન માટે પસંદ કરવામાં આવેલી જમીન અને અન્ય સુવિધાઓની તપાસ કરવા બેંકના અધિકારી આવશે.
પગલું 7: લોન રકમ અરજદારના બેંક ખાતામાં જમા થશે.