Tuition Sahay Yojana 2024 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ધોરણ 11 અને 12 વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાનું નામ ટ્યુશન સહાય યોજના ગુજરાત 2024 છે. ટ્યુશન સહાય યોજના ગુજરાત 2024 અંતર્ગત વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ટ્યુશન ફી ની ચુકવણી કરવામાં આવે છે. ટ્યુશન સહાય યોજના ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ સંસ્થા દ્વારા સંચાલિત છે.
ટ્યુશન સહાય યોજનાનો લાભ કઈ રીતે મેળવવો, કેટલી સહાય મળે છે, શું પાત્રતા હોવી જોઈએ તથા અરજી કઈ રીતે કરવી જેવી તમામ માહિતી માટે નીચેનો સંપૂર્ણ લેખ વાંચો.
ટ્યુશન સહાય યોજના ગુજરાત 2024 | Tuition Sahay Yojana 2024
Tuition Sahay Yojana 2024 હેઠળ ગુજરાત રાજ્યના નબળા વર્ગમાં જીવન પસાર કરી રહેલ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા માટે ટ્યુશન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને ટ્યુશન માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
યોજના | ટ્યુશન સહાય યોજના ગુજરાત 2024 |
સંસ્થા | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
લાભાર્થી | ધોરણ 11 અને 12 વિજ્ઞાના પ્રવાહના દ્યાર્થીઓ |
મળતા લાભો | 1500 રૂપિયા |
યોજના પ્રકાર | સરકારી યોજના |
ઓફિસીયલ વેબસાઈટ | https://gueedc.gujarat.gov.in/ |
ટ્યુશન સહાય યોજના ગુજરાત 2024
Tuition Sahay Yojana 2024 અંતર્ગત ગુજરાતના ધોરણ 11 અને 12 ના વિજ્ઞાના પ્રવાહમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ માટે પ્રાઇવેટ કોચિંગ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સંચાલિત ટ્યુશન સહાય યોજના હેઠળ ધોરણ 11 અને 12 ના વિજ્ઞાના પ્રવાહના વિદ્યાર્થીઓને કોચિંગ માટે 1500 રૂપિયા સહાય મળવાપાત્ર છે.
ટ્યુશન સહાય યોજના ગુજરાત 2024 માટેની પાત્રતા
વિદ્યાર્થી મિત્રો, ટ્યુશન સહાય યોજના માટે ગુજારતા સરકાર દ્વારા અમુક પાત્રતા નક્કી કરવામાં આવી છે. જો તમે આ પત્રતાઓને અનુસરો છો તો તમે અરજી પ્રક્રિયા માટે આગળ વધી શકો છો.
- અરજદાર વિધાર્થી મૂળ ગુજરાતનો રહેવાશી હોવો જોઈએ.
- વિદ્યાર્થીએ ધોરણ 10 માં 70 અથવા તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.
- ટ્યુશન સહાય યોજનામાં વિદ્યાર્થીને શાળા અથવા કોલેજની ફી મળવાપાત્ર નથી પરંતુ પ્રાઇવેટ કોચિંગ માટે સહાય મળશે.
- વિદ્યાર્થીને દર વર્ષે એક વાર સહાય મળવાપાત્ર છે.
- વિદ્યાર્થીના કુટુમ વાર્ષિક આવક 4,50,000 કરતા ઓછી હોવી જોઈએ.
- વિદ્યાર્થીના પિતા અથવા માતાના આવકનો દાખલો આવશ્યક છે.
ટ્યુશન સહાય યોજના ગુજરાત 2024 જરૂરી દસ્તાવેજ
ટ્યુશન સહાય યોજના ગુજરાત 2024 માટે ઓનલાઈન અરજી કરતા પહેલા અરજદાર વિધાર્થી પાસે નીચે જણાવેલ દસ્તાવેજ હોવા જોઈએ.
- આધાર કાર્ડ
- ધોરણ 10 ની માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો (પરિવારના કોઈ પણ સભ્યનો)
- બિન અનામત વર્ગ પ્રમાણપત્ર
- શાળા પ્રવેશ પ્રમાણપત્ર
- રહેઠાણ પુરાવો
- ટ્યુશન ક્લાસ ફી પાવતી
- બેંક ખાતા પાસબુક
ટ્યુશન સહાય યોજના ગુજરાત 2024 માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? | Tuition Sahay Yojana 2024
વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ ઉપરની તમામ પાત્રતા ને અનુસરો છો અને તમામ દસ્તાવેજ ધરાવો છો તો નીચે જણાવેલ સ્ટેપ બાય સ્ટેપ પગલાને અનુસરી ઓનલાઈન અરજી કરી શકો છો.
પગલું 1: વિદ્યાર્થીઓ ઓફિસીયલ વેબસાઈટ gueedc.gujarat.gov.in પર જાઓ.
પગલું 2: ત્યાર બાદ, યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 3: હવે, Couching Help Scheme વિકલ્પ પસંદ કરો.
પગલું 4: ટ્યુશન સહાય યોજના માટેનું પેજ ઓપન થશે જેમાં Apply Now પર ક્લિક કરો.
પગલું 5: જો તમે પહેલી વાર અરજી કરી રહ્યા છો તો New User (Register)? પર ક્લિક કરો.
પગલું 6: હવે નવું Registration પેજ ખુલશે.
પગલું 7: વિદ્યાર્થીએ પોતાની Email ID અથવા Mobile Number દાખલ કરી નવો પાસવર્ડ બનાવવાનો રહેશે.
પગલું 8: ત્યાર બાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
પગલું 9: હવે વિદ્યાર્થીએ પોતાનો User ID દાખલ કરી Login કરવાનું રહેશે.
પગલું 10: હવે યોજનાઓનું લીસ્ટ ખુલશે જેમાં Apply Now પર ક્લિક કરો.
પગલું 11: નવું અરજી ફોર્મ ખુલશે જેમાં માંગ્ય પ્રમાણે તમામ વિગતો ભરો.
પગલું 12: ત્યાર બાદ, Photo And Signature સાથે તમામ જરૂરી દસ્તાવેજ Upload કરો.
પગલું 13: Save બટન પર ક્લિક કરી આગળના પેજમાં Confirm Application પર ક્લિક કરો.
પગલું 14: અરજી કન્ફોર્મ થઇ ગયા બાદ પ્રિન્ટ ડાઉનલોડ કરી લો.
વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ દસ્તાવેજોની નકલ દ્યાર્થી જે જિલ્લામાં અભ્યાસ કરતો હોય તે જિલ્લાના અધિકારીશ્રી નાયબ નિયામકશ્રી (વિ.જા)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને પોસ્ટ અથવા રૂબરૂ મારફતે મોકલવાની રહેશે.