Shravan Tirth Darshan Yojana 2024 Apply Online

Shravan Tirth Darshan Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા વડીલ નાગરિકોને ધાર્મિક અને આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરતો એક ઉત્તમ પ્રયાસ એટલે ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના. ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ વડીલ નાગરિકોને રાજ્યની મહત્વના ધાર્મિક તીર્થ સ્થળોની યાત્રા કરવા માટે 50% સુધીની સહાય આપવામાં આવે છે.. આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો લાભ લઈ શકે છે ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના માનસિક અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. આપણે આજના આ લેખની અંદર 2024 માં આ યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી અને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

Shravan Tirth Darshan Yojana 2024

યોજનાનું નામશ્રવણ તીર્થ દર્શન યોજના 2024
યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
યોજનાનો હેતુ60 વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે યાત્રાધામની મુલાકાત લેવા માટે આર્થિક સહાય આપવાનો.
યોજનામાં મળતા લાભોયાત્રા ખર્ચ (રહેવા- ખાવાનો ખર્ચ તથા બસ ભાડાનો) પર 50% સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.
યોજનામાં સમાવેશ કરેલ યાત્રાધામોઅંબાજી, પાવાગઢ, ગીરનાર, દ્વારકા, સોમનાથ, શામળાજી, રાણકી વાવ, ભદ્રેશ્વર વગેરે.
અરજી કેવી રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.digitalgujarat.gov.in/

શ્રવણ તીર્થ દર્શન યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રવણ તીર્થ દર્શન યોજના દ્વારા ગુજરાતમાં રહેતાં નાગરિકોને યાત્રાધામની મુલાકાત પર આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત વૃદ્ધ સહાય યોજના પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્યનાં 60 વર્ષ કે તેથી વધુ વયનાં નાગરિકોને આ યાત્રાધામોનાં પ્રવાસ પર આર્થિક સહાય આપવામાં આવશે. આથી આ યોજના નાગરિકો માટે ખુબજ લાભદાયક સાબિત થઇ છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના માટેની યોગ્યતા

  • લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • લાભાર્થી ની ઉંમર 60 વર્ષ કરતા વધારે હોવી જોઈએ.
  • લાભાર્થી સિનિયર સીટીઝન હોવા જોઈએ.
  • લાભાર્થી અત ફરજિયાત 30 લોકો અને બસ ભાડે થી લઈ ને જવાનું રહેશે.
  • આ લાયકાતો પૂર્ણ કરનારા નાગરિકો શ્રવણ તીર્થ દર્શન યોજનામાં ભાગ લઈ શકશે અને તીર્થ યાત્રાનો લાભ મેળવી શકશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે અરજી કરતી વખતે નીચેના જરૂરી દસ્તાવેજોની જરૂર પડે છે:

  • આધાર કાર્ડ: ઓળખાણ અને ઉંમરનો પુરાવો તરીકે આધાર કાર્ડ આવશ્યક છે.
  • રેશન કાર્ડ અથવા પાન કાર્ડ: આધાર કાર્ડ સિવાય રેશન કાર્ડ અથવા પાન કાર્ડ પણ ઓળખનો પૂરાવો આપવા માટે જમા કરી શકાય છે.
  • ઉમરના પુરાવા માટે: કોઈ માન્ય દસ્તાવેજ, જેમ કે જન્મ પ્રમાણપત્ર અથવા મતદાર ઓળખપત્ર, જેનાથી અરજીકર્તાની ઉંમર 60 વર્ષથી વધુ છે તે સાબિત થાય.
  • આવક પ્રમાણપત્ર: આ યોજનાનો લાભ નિમ્ન આવકવર્ગના નાગરિકો માટે છે, તેથી અરજકર્તાને પોતાની અથવા પોતાના કુટુંબની વાર્ષિક આવકનો પુરાવો રજુ કરવો જરૂરી છે.
  • સ્થાયી નિવાસ પ્રમાણપત્ર: અરજકર્તા ગુજરાત રાજ્યના સ્થાયી નિવાસી છે તેનો પુરાવો પણ જરૂરી છે.
  • ફોટોગ્રાફ: તાજેતરની પાસપોર્ટ સાઈઝની ફોટો અરજી સાથે જોડવી જરૂરી છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી ?

શ્રવણ તીર્થ દર્શન યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા સરળ અને ઑનલાઇન છે. નીચેના પગલાં અનુસરવાથી તમે સરળતાથી આ યોજનામાં અરજી કરી શકો છો:

  • શ્રવણ તીર્થ દર્શન યોજનામાં અરજી કરવા માટે, સૌપ્રથમ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. સામાન્ય રીતે આ યોજના માટેની માહિતી અને ફોર્મ યાત્રાધામ વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે.
  • વેબસાઈટ પર પહોંચ્યા પછી, તમારે નવું એકાઉન્ટ બનાવવા માટે “રજિસ્ટ્રેશન” વિકલ્પ પસંદ કરવો પડશે. જો તમે પહેલાથી જ નોંધણી કરેલી હોય, તો તમે સીધા લોગિન કરી શકો છો.
  • લોગિન કર્યા પછી, શ્રવણ તીર્થ દર્શન યોજનાના વિભાગમાં જાઓ અને ઑનલાઇન અરજી ફોર્મ ભરો. અહીં તમારે તમારું નામ, ઉંમર, સરનામું, અને અન્ય વિગતો ભરીને ફોર્મ પૂરી કરવું પડશે.
  • અરજી ફોર્મમાં આપેલી વિગતો સાથે જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરો, જેમ કે આધાર કાર્ડ, ઉંમર અને આવકના પુરાવા, અને તસવીર. આ દસ્તાવેજો યોજના માટે લાયકાત પૂરી પાડવા માટે જરૂરી છે.
  • બધા માહિતી અને દસ્તાવેજો ચકાસ્યા બાદ, ફોર્મ સબમિટ કરો. સબમિશન પછી, તમને અરજીની પાવતી પ્રાપ્ત થશે. આ પાવતીમાં અરજી નંબર હશે, જે તમે અરજીની સ્થિતિ તપાસવા માટે ઉપયોગમાં લઈ શકો છો.
  • અરજી સબમિટ કર્યા બાદ, તમે સાઇટ પર જ જઈને તમારા અરજીની સ્થિતિ ચેક કરી શકો છો. આ પ્રકિયા દ્વારા તમે જાણી શકશો કે તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં.
  • આ રીતે, શ્રવણ તીર્થ દર્શન યોજનામાં ઓનલાઇન અરજી કરી શકો છો.