ઓનલાઈન અરજી Ikhedut Portal:- ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં વિવિધ યોજના શરૂ કરીને તેમને મદદરૂપ બને છે, જેમાં Www Ikhedut Gujarat gov in portal registration મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પોર્ટલ પર તમે વિવિધ ખેતી સંબંધિત યોજનાઓ માટે સરળતાથી ઑનલાઇન અરજી કરી શકો છો. અહીં અમે તમને Ikhedut 2.0 Portal પર અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવી છે. અરજી કરતાં પહેલા જરૂરી દસ્તાવેજો શેના છે, કેવી રીતે નોંધણી કરવી અને અરજીની સ્થિતિ કેવી રીતે તપાસવી, તેની સંપૂર્ણ માહિતી આપેલી છે. આ માર્ગદર્શિકા થી તમે સરળતાથી કોઈ પણ યોજના માટે ઓનલાઈન અરજી (Online application ikhedut Portal) કરી શકો છો.
ઓનલાઈન અરજી Ikhedut Portal (Online application ikhedut Portal) :-
- સૌ પ્રથમ તમે Ikhedut 2.0 ઓફિશિયલ પોર્ટલ પર જાઓ.
- હવે યોજના ના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યાર બાદ હાલ લોન્ચ થયેલ નવું આઈ ખેડૂત પોર્ટલ ખુલશે.
- તેમાં તમેને સ્ક્રીન પર દેખાતું નોંધણી (રજીસ્ટ્રેશન) ના વિકલ્પ પર જઈને નોંધણી કરો.
- નોંધણી કરવા અહીં ક્લિક કરો. Ikhedut portal 2.0 registration
- નોંધણી થઈ ગયા પછી સ્કીમ પર ક્લિક કરી અરજી મુજબ ઘટક પસંદ કરો.
- ઘટક પસંદ થઈ ગયા પછી અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તેમાં આપેલી સુચનાઓ અને તમે કરેલ પસંદગી ઘટક વર્ણન કાળજીપૂર્વક વાંચો.
- ત્યાર બાદ આગળ માટે ક્લિક કરો.
સરનામાનો પુરાવો (Address Proof)
- નવા પેજમાં પૂરું નામ, જીલ્લો,ગામ/શહેર,મોબાઇલ નંબર આ બધુ ઓટોમેટિક ભરાઈને આવશે. જો ભૂલ હોય તો સુધારી લેવી.
- હવે એજ પેજમાં તમે ખેડૂતનો પ્રકાર ( નાના ખેડૂત- 1.0 થી 2.0 હે. , સીમાંત -1.0 હે. કે તેથી ઓછી , મોટા – 2.0 હે. થી વધુ ) તમારી જમીન અનુસાર વિકલ્પ પસંદ કરો.
- દિવ્યાંગ છો કે કેમ? , સરનામું, પિન કોડ જાતિ, મોબાઇલ નંબર વગેરે ધ્યાનથી ભરો.
- ત્યાર બાદ તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો?(હા /ના ), તમે સહકારી મંડળીનાં સભ્ય છો ? (હા /ના ) સહકારી મંડળીનું નામ, સહકારી મંડળીનો તાલુકો,
- શું તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો?(હા /ના ) ,દૂધ સહકારી મંડળીનો જીલ્લો, દૂધ સહકારી મંડળીનો તાલુકો, દૂધ સહકારી મંડળીનું નામ,
- ત્યાર બાદ આધાર નંબર આપીને આગળ વધો.
બેંક વિગતો (Bank Details)
- હવે તમારે બેંક વિગતો આપવાની રહેશે.
- જેમાં બેંક IFSC કોડ નાખીને નંબર ચકાસો પર ક્લિક કરશો ત્યારે બેંકનું નામ, બેંક જીલ્લો, બેંક બ્રાંચ,ઓટોમેટિક ભરાઈને આવશે.
- હવે તમારે બેંકની માહિતીમાં બેંક ખાતા નંબર, અરજદાર નુ નામ બેંક પ્રમાણે, અરજદાર નુ સરનામું બેંક પ્રમાણે આપીને Save And Next પર ક્લિક કરો.
જમીનની વિગતો (Land Details)
- હવે તમારે જમીનની વિગતો આપવી પડશે. જો તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે જમીનની વિગત આપી હશે એ સ્ક્રીન પર દેખાશે. વધારાની જમીન આપવી હોય તો નીચેના સ્ટેપ અનુસરો.
- તમારે બીજા 7/12 8અ ની વિગત આપવી હોય તો Add વિકલ્પ પર ક્લિક કરી બીજી જમીનની વિગતો આપી શકશો.
- જેમાં તમારે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો ? (1)જમીન રેકોર્ડ ધરાવું છું (2) ટ્રાઈબલ લેન્ડ ધરાવું છું બંને માંથી ગમે તે એક વિકલ્પ પસંદ કરો.
- ત્યાર બાદ જિલ્લો, તાલુકો, ગામ , ખાતા નંબર ,ખાતેદાર નામ ભરો.
- હવે તમારે જમીન માહિતી ૭/૧૨ ની નકલ, જમીન માહિતી ૮-અ ની નકલ PDF માં અપલોડ કરવાની રહેશે. ત્યાર બાદ add પર ક્લિક કરો.
- આ બધુ ના કરવું હોય તો પેજ ખોલતા જે સ્ક્રીન પર દેખાતા જમીનની વિગતો સિલેક્ટ કરો. અને Save And Next પર ક્લિક કરો.
ઓળખ પુરાવો (Identity Proof)
- જમીનની વિગતો આપ્યા બાદ હવે તમારે દસ્તાવેજની વિગત આપવી પડશે.
- જેમાં તમારે Add વિકલ્પ પર ક્લિક
- દસ્તાવેજ પ્રકાર
- Import Export Certy
- આધાર કાર્ડ
- આવકનો દાખલો
- ક્વોટેશન
- ખરીદી બિલ
- ખર્ચના અંદાજો અને ક્વોટેશન સાથે
- જમીન ફાળવણી નો હુકમ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે)
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- ડ્રિપ ઈરીગેશન નો વર્ક ઓર્ડર
- દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
- પાન કાર્ડ
- પ્રોજેક્ટ રીપોર્ટ
- બારકોડેડ રેશનકાર્ડ
- બેંક પાસબુક or કેન્સલ ચેક
- બેંક લોન સેંક્શન લેટર
- લાભાર્થીનો ફોટો / અરજદાર સહકારી મંડળી કે સંસ્થા હોય તો તેમના પ્રમુખનો ફોટો
- વન અધિકાર પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
- સયુંકત ખાતેદારના કિસ્સામાં બોહેધરી પત્રક
દસ્તાવેજો અપલોડ કરો (Upload Documents)
- દસ્તાવેજ પસંદ કર્યા બાદ આગળની બાજુનો દસ્તાવેજ અને પાછળની બાજુનો દસ્તાવેજ અપલોડ કરી વર્ણન દાખલ કરો અને Save પર ક્લિક કરો. ( 1 M.B સાઈજ ,JPG,PNG,PDF ફોર્મેટ )
- દસ્તાવેજ અપલોડ થવામાં કોઈ મુશ્કેલી જણાય તો Save as Draft કરી ને ફરીથી પ્રયાસ કરો.
- દસ્તાવેજ અપલોડ કર્યા સિવાય પણ તમે અરજી સબમિટ કરી શકશો.
- બધી માહિતી કાળજી પૂર્વક ભર્યા બાદ Submit પર ક્લિક કરી અરજી સાચવો.
- હવે તમને તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાથી સ્ટેટસ ચકાસી શકો છો આ પ્રકારનો મેસેજ જોવા મળશે.

અરજી સબમિટ થઈ ગયા પછી તમે તમારા લૉગિન પ્રોફાઇલમાં રીડાયરેક્ટ થશે. ત્યાં તમે અરજી જોવો, પૂર્વ મંજૂરી, ક્લેમ સબમિટ, ચુકવણી હુકમ જેવા વિકલ્પ જોવા મળશે. અને Print ના વિકલ્પ પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ કાઢી શકશો.
અરજી કરતા પહેલા આટલા ડોક્યુમેન્ટ સાથે રાખો(Online application ikhedut Portal Documents)
- આધાર કાર્ડ
- 7/12 8અ ઉતારા
- બેંક પાસબુક
- બારકોડેડ રેશનકાર્ડ
- મોબાઈલ
ઓનલાઈન અરજી Ikhedut Portal માધ્યમથી ગુજરાતના ખેડૂત મિત્રો સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે છે. અહીં દર્શાવેલી પ્રકારે ઓનલાઈન અરજી કરવાથી તમારું સમય અને મહેનત બંને બચશે. જરૂરી દસ્તાવેજો તૈયાર રાખીને અને સૂચનાઓનું પાલન કરીને તમે તમારી અરજી સહજ રીતે સબમિટ કરી શકશો. અરજી થયા પછી સ્ટેટસ ચકાસવો અને પ્રિન્ટ કાઢવો પણ અત્યંત સરળ છે. ખેતીને આગળ ધપાવવી હોય અને સરકારની સહાય મેળવવી હોય તો i khedut portal (www Ikhedut Gujarat gov in portal registration) યોગ્ય ઉપયોગ કરો અને લાભ મેળવો.