Government Services

કેવી રીતે ડોમીસાઈલ સર્ટીફીકેટ કઢાવવું ? તમામ માહિતી મેળવો. | Domicile Certificate in Gujarat

આજકાલ દેશમાં ડૉક્યુમેન્‍ટ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કાઢવાની સેવા મળતી થઈ છે. હાલમાં Child Aadhar Card, જન્મ પ્રમાણપત્ર વગેરે ઓનલાઈન કાઢવાની પણ સેવા મળે છે. આજે આપણે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી ડોમીસાઈલ સર્ટિફિકેટ વિશે વાત કરીશું. ડોમીસાઈલ સર્ટીફીકેટ કેવી રીતે કઢાવવું, ક્યાંથી કઢાવવું વગેરે તમામ માહિતી મેળવીશું.

ડોમીસાઈલ સર્ટીફીકેટ એ તમે જે-તે રાજ્યના મૂળ નાગરિક છો તેનો પુરાવો છો. દા.ત. તમે એક ગુજરાતી છો તો તમને ગુજરાત સરકાર દ્વારા આ પ્રમાણપત્ર મળે છે. આ પ્રમાણપત્ર રાજ્યની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પ્રમાણપત્ર દ્વારા તમને એડમિશન મેળવવામાં અગ્રતા આપવામાં આવે છે. જો તમારે કેન્‍દ્ર સરકારની કોઈ સરકારી ભરતીમાં ફોર્મ ભરવું હોય તો Domicile Certificate માંગવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા કેવી રીતે ડોમીસાઈલ સર્ટીફીકેટ કઢાવવું તેની માહિતી મેળવીશું?, આ સર્ટિફીકેટ કઢાવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? અને અરજી પ્રક્રિયા શું છે? તે તમામ માહિતી આજે આપણે મેળવીશું.

Highlight Point of Domicile Certificate in Gujarat

આર્ટિકલનું નામDomicile Certificate in Gujarat: કેવી રીતે ડોમીસાઈલ સર્ટીફીકેટ કઢાવવું ? 
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટિકલનો હેતુરાજ્યના નાગરિકોને ડોમીસાઈલ સર્ટિફીકેટ કેવી રીતે કઢાવવું તેની માહિતી પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે. 
વિભાગનું નામમહેસુલ વિભાગ
કઈ કચેરીનો સંપર્ક કરવો ?સબંધિત મામલતદારશ્રીની કચેરી
અધિકૃત વેબસાઈટhttps://www.digitalgujarat.gov.in/

ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે શું ? 

ડોમીસાઈલ એટલે તમે  જે રાજ્યના છો અને તેના વતની છો તે અંગેનો પુરાવો. જો તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો તો તમને ગુજરાત સરકાર આ સર્ટિફીકેટ આપશે. 

ડોમીસાઈલ સર્ટીફીકેટ કોણ-કોણ કાઢવી શકે ?

આ સર્ટીફીકેટ કઢાવવા માટે કેટલાક અગત્યના પાસાઓ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે. 

  • સૌપ્રથમ રાજ્યના નાગરિકો હોવા જોઈએ.
  • ગુજરાતમાં જન્મેલા હોવા જોઈએ અથવા ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા નાગરિકો કઢાવી શકે.
  • ગુજરાતમાં જમીન અથવા સ્થાવર મિલકત ધરાવતા કોઈપણ વ્યક્તિઓ.
  • કોઈ મહિલા જે બીજા રાજ્યની છે, પરંતુ તેને ગુજરાતના નાગરિક સાથે લગ્ન કરેલ હોય તો તે પણ ડોમીસાઈલ સર્ટિફિકેટ કઢાવી શકે છે. 
  • ગુજરાત સરકારમાં સરકારી નોકરી કરતાં હોય અથવા અગાઉ નોકરી કરેલ હોય તેમના પરિવારના તમામ સભ્યો.  

Documents Required for Domicile Certificate in Gujarat | ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જરૂર પડે ?

આ પ્રમાણપત્ર કઢાવવા માટે નીચે મુજબના પ્રમાણપત્ર જોઈએ.

  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • તલાટીશ્રીનું પંચનામું
  • સોગંદનામું
  • રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત / મ્યુનિ. ટેક્ષ બીલ / લાઈટ બીલ / ટેલીફોન બીલ /કોઈપણ એક)
  • રેશનકાર્ડની નકલ
  • જન્મ અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલ.સી.) અને જન્મ પ્રમાણપત્ર)
  • છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા (અભ્યાસ /નોકરી / મતદાર યાદી / પાન કાર્ડ વગેરેમાંથી કોઈપણ એક)
  • ગુજરાત રાજયમાં ધરાવતા સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
  • ધોરણ- ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
  • તમારા પિતા / વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
  • સારી ચાલ-ચલગત અંગેનો દાખલો.
  • કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
  • ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

How To Apply Online Domicile Certificate In Gujarat | કેવી રીતે ડોમીસાઈલ સર્ટીફીકેટ માટે અરજી કરવી ?

જો તમે પણ ગુજરાતના નાગરિકો હોવ અથવા તો Domicile certificate કઢાવવા માટે પાત્રતા ધરાવો છો, તો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. નીચે આપેલી માહિતીના આધારે તમે ઓનલાઈન આ સર્ટિફિકેટ કઢાવી શકો છો.

Step 1 : સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google Serach ખોલો. તેમાં “Digital Gujarat Portal” ટાઈપ કરો. 

Step 2 : હવે તમે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લો. 

Step 3 : આ વેબસાઈટ પર  ‘Services’ નામના ઓપ્શન પર ક્લિક કરો અને ‘Citizen Services’ વિકલ્પ પસંદ કરો.

Step 4 : ત્યારબાદ તેમાં ‘Domicile Certificate’ ટેબ પર ક્લિક કરો.

Step 5 : તેમાં આપેલી તમામ અગત્યની સૂચનાઓ વાંચો અને ‘Apply Online’ બટન પર ક્લિક કરો.

Step 6 :  જો તમે પ્રથમ વખત જ ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર અરજી કરો છો તો ‘New Registration (Citizen)’ બટન પર ક્લિક કરો. તમારું વ્યક્તિગત આઈડી બનાવી લો. 

Step 7 : હવે રજીસ્ટ્રેશનમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ અને પાસવર્ડ જેવી વિગતો નાખો  અને ‘Save’ બટન પર ક્લિક કરો.

Step 8 : તમારા રજિસ્ટર્ડ કરેલા મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને ‘Confirm’ બટન પર ક્લિક કરો.

Step 9 : ત્યારબાદ તમને પૂછવામાં આવેલી વિગતો ભરો, જેમ કે નામ અને પૂરુ સરનામું, ફોટોગ્રાફ અપલોડ કરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.

Step 10 : ‘Citizen Profile’ ફોર્મ પર તમામ જરૂરી વિગતો ભરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.

Step 11 : હવે તમે ‘Request a New Service’ નામના મેનુ પર ક્લિક કરો.

Step 12 : બસ હવે તમારા લોગીનમાં  ‘Domicile Certificate’ વિકલ્પ અને ‘સેવા ચાલુ રાખો’ બટન પર ક્લિક કરો.

Step 13 : આ વેબસાઈટ પર ‘Request ID’ અને ‘એપ્લિકેશન નંબર’ ખુલશે. જેમાં  ‘Continue’ બટન પર ક્લિક કરો.

Step 14 : હવે તમારા ડોમીસાઈલ સર્ટિફિકેટના ઓનલાઈન ફ ફોર્મમાં વિગતો દાખલ કરો, દસ્તાવેજો અપલોડ કરો, ચેકબોક્સ પસંદ કરો અને ‘Submit’ બટનને ક્લિક કરો.

Step 15 : છેલ્લે, Domicile Certificate in Gujarat ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી, એક અરજી નંબર સાથે એક SMS મળશે.

જો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ ઑફલાઇન અરજી  કરવી હોય તો? આ પ્રક્રિયાને અનુસરો. 

ગુજરાત રાજ્યના નાગરિકો આ ડોમિસાઈલ સર્ટિફિકેટ ઓનલાઈન અને ઓફલાઈન કઢાવી શકે છે. ચાલો હવે આપણે ઓફલાઈન કેવી રીતે કઢાવવું તેની તમામ માહિતી મેળવીએ. 

સ્ટેપ 1 : સૌપ્રથમ ડિજિટલ ગુજરાત વેબસાઈટની મુલાકાત લો.

સ્ટેપ 2 : ત્યારબાદ ‘Services’ નામના ઓપ્શન પર ક્લિક કરો અને ‘Citizen Services’ વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 3 : હવે તમે ‘Domicile Certificate’ ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ 4 : ત્યારબાદ ‘Download’ નામના બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5 : તમે ડાઉનલોડ કરેલ ફોર્મની પ્રિન્ટ કાઢો..

સ્ટેપ 6 : અરજીપત્રકમાં તમામ માહિતી ભરો, અને તમામ ડોક્યુમેન્ટ્સ જોડો.

 સ્ટેપ 7 : તમારી સબંધિત મામલતદાર કચેરી આ ફોર્મ જમા કરો.

ડોમિસાઇલ સર્ટિફિકેટનું ઓનલાઇન એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું ?

Digital Gujarat Portal પર કરેલ ઓનલાઈન અરજીનું તમે જાતે પણ સ્ટેટસ ચેક કરી શકો છો. જેના માટે ડીજીટલ ગુજરાત વેબસાઈટ પર ડેશબોર્ડ પર લોગ ઈન કરો. તેમાં તમારી અરજીની સ્થિતિ પર ક્લિક કરો. જેથી તમે ઓનલાઈન સ્થિતિ જોઈ શકશો. 

Domicile Certificate in Gujarat Official Website : Click Here

Download Domicile Certificate in Gujarat : Click Here

Related Posts

सातबारा (7/12) ऑनलाईन डाउनलोड करा (Free मध्ये) | 7/12 Online Download

नमस्कार मित्रांनो, आज आपण ऑनलाईन पद्धतीने फ्री मध्ये सातबारा कसा बघायचा, याबद्दल सविस्तर पणे माहिती जाणून घेणार आहोत. मित्रांनो, तुम्ही जर शेतकरी असाल तर तुमच्याकडे सातबारा उतारा असणे खूप महत्त्वाचे आहे. कारण या उताऱ्यावर कोणाकडे किती जमीन आहे, कोणाच्या मालकीची...

Complete Guide to Online PAN Card Application 2024

A PAN (Permanent Account Number) Card is essential for filing Income Tax Returns in India. It’s crucial to ensure that all information on the card is up-to-date and accurate. This article will guide you through the steps to update or...

ESIC कार्ड डाउनलोड करा Free मध्ये मोबाईल वर | Download ESIC e Pehchan Card

नमस्कार मित्रांनो, तुम्ही जर ESIC मेंबर असाल म्हणजेच तुम्ही जर ESIC योजनेत सामील असाल तर तुम्हाला व तुमच्या कुटुंबाला ESIC कार्ड मिळते आणि या कार्डच्या मदतीने तुम्ही ESIC दवाखान्यात किंवा हॉस्पिटल मध्ये कोणताही खर्च न करता कोणत्याही आजारावर उपचार करू...

शासन नियमाप्रमाणे रेशन कार्ड वर किती धान्य मिळते, Free मध्ये चेक करा | How to Check Ration Card Details Online

नमस्कार मित्रांनो, आज आपण शासन नियमाप्रमाणे रेशन कार्ड वर तुम्हाला किती धान्य मिळायला पाहिजे, व दुकानदार किती धान्य देतो, याचा तपशील ऑनलाईन चेक कसे करायचा, याबद्दल सविस्तर पणे माहिती जाणून घेणार आहोत. मित्रांनो, तुमचे रेशन कार्ड हे तुमच्या ओळखीचा पुरावा...

How to Apply for Driving License Online 2024

A driving license, often referred to as a driver’s license, is a crucial document that permits an individual to operate a motor vehicle legally. It serves as both an identification and authorization to drive, granted after the successful completion of...

How to Update Aadhaar Card Online 2024

Aadhaar Card Update Process : The Aadhaar Card is required for any government scheme or booking train tickets. Many people have not yet updated their Aadhaar card, so in this situation, UIDAI is providing the facility to update the Aadhaar...

Ayushman Card Download 2024

क्या आपके पास आयुष्मान कार्ड है ? The Ayushman Bharat Scheme, also known as the Pradhan Mantri Jan Arogya Yojana (PM-JAY), is a government healthcare program in India launched by the Government of India in September 2018. The primary goal...

पैन कार्ड के लिए ऑनलाइन आवेदन करने की पूरी जानकारी 2024

आयकर विभाग ने पैन कार्ड के ऑनलाइन आवेदन के लिए मुख्य रूप से प्रोटीन ईगॉव टेक्नोलॉजीज लिमिटेड (पूर्व में एनएसडीएल) को काम सौंपा है। इसके अलावा पैन कार्ड के आवेदन के लिए आईटी विभाग द्वारा यूटीआई इंफ्रास्ट्रक्चर एंड सर्विसेज लिमिटेड...

How to Apply for Labour Card Online 2024

India, ranking second in global population, has approximately 500 million workers employed as laborers and on contractual basis across diverse sectors including agriculture, construction, and various industries. The Ministry of Labour and Employment, one of the longest-standing and most crucial...

गाडीवर असलेला E-Challan फाइन ऑनलाईन कसा भरावा | फाइन ऑनलाईन कसा चेक करावा | Traffic E-Challan Maharashtra

नमस्कार मिञांनो, तुम्ही दुचाकी किंवा चारचाकी गाडी चालवत असताना तुमच्याकडून कळत नकळत चुका होत असतात, जसे कि सिग्नल तोडला जाणे, हेल्मेट न वापरणे, ओव्हर स्पीडींग, नो पार्किंग मध्ये पार्किंग करणे इत्यादी. तर अश्या अनेक कारणांमुळे तुम्हाला महाराष्ट्र ट्रॅफिक पोलिसांकडून दंड...