Dr. Ambedkar Awas Yojana 2024: નમશ્કાર મિત્રો, ડો.આંબેડકર આવાસ યોજના ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘર વિહોણા પરીવારો તેમજ આર્થીક રીતે પછાત પરીવારોને ઘર આપવામાં આવે છે. ઘર બનાવવા માટે 1,20,000/- ની સહાય આપવામાં આવે છે આ સહાયને કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરશો?, કોને કોને લાભ મળશે અને અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરુર પડશે જેના વીશે આગળ માહિતી મેળવીશુ.
Dr. Ambedkar Awas Yojana 2024 : ડો.આંબેડકર આવાસ યોજના મકાન બનાવવા માટે 1,20,000/- ની સહાય મળશે
યોજનાનું નામ | ડૉ. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana 2024) |
અમલીકરણ | ગુજરાત સરકાર |
ઉદ્દેશ્યો | અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લા પ્લોટ સાથે, બિનનિવાસી |
લાભાર્થી | અનુસૂચિત જાતિ ઘરવિહોણા પરિવાર |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સહાય રકમ | રૂ.1,20,000 સહાય |
ઓફિસિયલ વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
સમાજ કલ્યાણ આવાસ યોજનાનો હેતુ – Purpose of the Dr. Ambedkar Awas Yojana 2024
- ગરીબ અને પછાત પરીવારોને આવાસ પ્રદાન કરવો: સમાજના સૌથી નબળા પરીવારોને આરામદાયક અને આર્થિક રીતે સસ્તું મકાન પ્રદાન કરવું, જેથી તેઓ જલ, વિજળી અને સ્વચ્છતા જેવી બેઝિક સુવિધાઓ મેળવી શકે.
- જીવનની ગુણવત્તામાં સુધારો: આ યોજનાનો હેતુ છે કે ગરીબ પરીવારના લોકોની જીવનની ગુણવત્તામાં સુધારો કરવો.
- મકાનના નિર્માણ માટે આર્થિક સહાય પ્રદાન કરીને ગરીબ પરિવારોના માથેનો આર્થિક બોજ ઘટાડવો. આ સહાયથી તેઓ સરળતાથી મકાન બનાવી શકે છે.
- રહેઠાણ અને રોજગારી: મકાનના નિર્માણ દ્વારા લોકલ એરિયામાં રોજગારીના અવસરો પેદા કરવાં, જેથી સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ આવે અને લોકોને રોજગારી મળી રહે.
ડૉ. આંબેડકર આવાસ યોજના યોજના હેઠળ કોને લાભ મળશે – આવાસ યોજના ની યાદી
- લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ હસે તેમને જ લાભ મળવા પાત્ર થશે.
- આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટેઅરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
- જો લાભાર્થી એ અગાઉ આ પ્રકારની યોજના નો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
- અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.
- આ વિસ્તારમાંથી અન્ય પાત્ર વર્ગો જેમ કે, અપંગ વ્યક્તિઓ, વૃદ્ધો, અને માનસિક રીતે નબળા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
ડૉ. આંબેડકર આવાસ યોજના કેટલી સહાય મળશે ?
- આ યોજના અંતર્ગત રૂપિયા 1,20,000/- ની સહાય મકાન બનાવવા માટે આપે છે આ સહાય કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
- આ યોજના હેઠર લાભાર્થી ને પ્રથમ હપ્તામાં 40,000/- ની સહાય આપવામાં આવે છે.
- બીજા હપ્તામાં લાભાર્થીને રૂપિયા 60.000/- મળવાપાત્ર રેહશે.
- છેલ્લા એટલે કે ત્રીજા હપ્તામાં રૂપિયા 20,000/– લાભ મળવાપાત્ર થાય છે
- સ્વચ્છ ભારત મિશન હેઠર શૌચાલય માટે કુલ રૂપિયા 12,000/- ની આર્થિક સહાય આંબેડકર યોજનાના લાભાર્થી મેળવી શકે છે.
ડૉ. આંબેડકર આવાસ યોજના જરુરી દસ્તાવેજ – Important Document for Dr. Ambedkar Awas Yojana 2024
Dr. Ambedkar Awas Yojana 2024 નો લાભ મેળવવા માટે, અરજદારે નીચે દર્શાવેલા દસ્તાવેજો રજૂ કરવાનું આવશ્યક છે:
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો
ડૉ. આંબેડકર આવાસ યોજના અરજી કેવી રીતે કરવી? – How to Apply in Dr. Ambedkar Awas Yojana 2024
- સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
- ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
- બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
- ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
- લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
- માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
- અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે.
- અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
- ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.
મહત્વની લિંક – Important Link for Dr. Ambedkar Awas Yojana 2024
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિકિ કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
Self-Declaration ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |