Freezer Sahay Yojana 2024 : ફ્રીઝર સહાય યોજનામાં સરકાર આપી રહી છે 1 લાખ રૂપિયા સુધીની સહાય

Freezer Sahay Yojana 2024 : ગુજરાત સરકારે માછીમારો માટે એક નવી સહાય યોજના શરૂ કરી છે, જેનું નામ છે “ફ્રીઝર સહાય યોજના.” આ યોજના હેઠળ, માછલીઓને તાજી રાખવા માટે જરૂરી ડીપ ફ્રીઝર ખરીદવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની મદદ કરશે.

ફ્રીઝર સહાય યોજના Freezer Sahay Yojana 2024

ગુજરાતમાં દરિયાકિનારો વિશાળ છે અને મોટી સંખ્યામાં લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. માછલીઓને તાજી રાખવા માટે ડીપ ફ્રીઝર ખૂબ જરૂરી છે, પરંતુ તે મોંઘા હોય છે. આથી સરકારે આ યોજના શરૂ કરી છે જેથી માછીમારોને ડીપ ફ્રીઝર ખરીદવામાં આર્થિક મદદ મળી શકે અને તેમનો વ્યવસાય વધુ સારી રીતે ચાલે.

કેટલી સહાય મળશે ?

  • જો તમે 2 લાખ રૂપિયા સુધીનું ડીપ ફ્રીઝર ખરીદો છો, વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે.
  • જો તમે 2 લાખ રૂપિયાથી ઓછી કિંમતનું ડીપ ફ્રીઝર ખરીદો છો, તો પણ સરકાર તેના 50% રકમ આપશે એટલે કે 1 લાખ રૂપિયા સુધીની સહાય.

કોણ અરજી કરી શકે ?

આ યોજનાનો લાભ લેવા માટે તમારે નીચેની શરતો પૂરી કરવી પડશે:

  • આવક મર્યાદાનું પાલન કરતા હોવા જોઈએ
  • તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ.
  • તમે માછલીનો વેપાર કરતા હોવા જોઈએ (દુકાનદાર, વેન્ડર વગેરે).
  • તમારી પાસે માછલી વેચવા માટેનું લાયસન્સ હોવું જોઈએ.
  • .અન્ય કોઈ સરકારી સહાય યોજનાનો લાભાર્થી ન હોવા જોઈએ.

અરજી ક્યાં કરવી ?

આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમે આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર જઈને અરજી કરી શકો છો.

  • અરજી સબમિટ કરો.
  • આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) ની મુલાકાત લો.
  • ત્યારબાદ “યોજનાઓ” વિભાગમાં જાઓ.
  • હવે “મત્સ્યોદ્યોગ વિભાગ” પસંદ કરો.
  • “ફ્રીઝર સહાય યોજના” પસંદ કરીને અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની વિગતો, લાયસન્સ વગેરે અપલોડ કરો.

યાદ રાખવા જેવી બાબતો :

  • ડીપ ફ્રીઝર સરકાર માન્ય ડીલર પાસેથી જ ખરીદવું.
  • સહાય મેળવ્યા પછી પણ તમારે નિયમોનું પાલન કરવું પડશે.
  • વધુ માહિતી માટે તમે તમારા જિલ્લાની મત્સ્યોદ્યોગની કચેરીનો સંપર્ક કરી શકો છો.