Manav Kalyan Yojana 2025 : માનવ કલ્યાણ યોજના હેઠળ મફત સાધન સહાય મળશે.

રાજ્ય સરકાર દ્વારા ગરીબો, વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે ઘણી બધી કલ્યાણકારી સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે આખું ikhedut portal બનાવેલ છે. વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવે છે. વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ છે. E Samaj Kalyan Portal પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઈન મુકવામાં આવે છે. પરંતુ આજે આપણે Manav Kalyan Yojana 2025 વિશે માહિતી મેળવીશું. માનવ કલ્યાણ યોજના હેઠળ શું શું લાભ મળે? કોણે અને કેવી રીત લાભ મળે તેની તમામ માહિતી મેળવીશું.

કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા Manav Kalyan Yojana 2025 યોજનામાં ચલાવવામાં આવે છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો, ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્મનિર્ભય બને ખૂબ જરૂરી છે. આ યોજના દ્વારા ધંધો, રોજગારી ઉભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ e-Kutir Portal ભરાય છે. આજે આ આર્ટિકલના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.

આ યોજના બહાર પાડવામાં આવેલ છે. અગાઉના વર્ષોમાં આ યોજનાના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે ભરાતા હતા. e-Kutir Gujarat પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે.

Highlight Point

આર્ટિકલનું નામManav Kalyan Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયનવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય
કેટલી આવક ધરાવતા નાગરિકોને લાભ મળશે?રૂ. 6,00,000/- સુધીની આવક ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.
અરજી પ્રક્રિયાઓનલાઈન ઈ-કુટીર પોર્ટલ પર કરવાની રહેશે.
Official Website-1http://www.cottage.gujarat.gov.in/  
Official Website-2https://e-kutir.gujarat.gov.in/

માનવ કલ્યાણ યોજનાઓ હેતુ (Purpose)

આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે. આવા વર્ગના લોકો પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે. આ નાગરિકોને સીધી સાધન સહાય આપીને આર્થિક રીતે પગભર બનાવી શકાય છે..

માનવ કલ્યાણ યોજનાના લાભો અને વિશેષતાઓ (Features and Benefits)

રાજ્યમાં આર્થિક નબળા કારીગરો જેમને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે. પરંતુ એમની પાસે આર્થિક મૂડી નથી તો તેમના માટે આ યોજના અમલી બનાવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે. જે ના રોજગારીની નવીન તકો પણ પૂરી પાડે છે. લાભ મેળવીને નાના વ્યવસાયો શરૂ કરીને એમની નાણાંકીય સ્થિતિમાં સુધારો કરી શકે છે. માનવ કલ્યાણ યોજનાના કેટલાક લાભો અને વિશેષતાઓ અહીં છે.

  • આર્થિક રીતે નબળાં કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • ઓછી આવક ધરાવતા રાજ્યના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે.
  • દરજી, કુંભાર, મોચી અને બ્યુટી પાર્લર સહિત 28 પ્રકારની ધંધા રોજગાર કરતાં લોકોને સરકાર મદદ પૂરી પાડે છે.

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા (Eligibilty Criteria)

     આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નકકી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થીની 16 થી 60 વર્ષથી ઓછી વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. 0 થી 16 નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા
  • આવકમાં સુધારા કરવામાં આવ્યા છે. અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.6,00,000/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

મફત સાધન સહાયની યાદી (Manav Kalyan Yojana Tool support)

Manav Garima Yojana Gujarat 2025 દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ક્રમ નંટુલકીટ્સનું નામ
1દૂધ દહીં વેચનાર
2ભરતકામ
3બ્યુટી પાર્લર
4પાપડ બનાવટ
5વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
6પ્લમ્બર
7સેન્ટિંગ કામ
8ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ
9અથાણા બનાવટ
10પંચર કિટ

How to Apply Online for Manav Kalyan Yojana 2025 | માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા e-Kutir Gujarat Gov Portal બનાવેલ છે. માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Apply કરવાનું હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર Manav Kalyan Yojana કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “e-Kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેથી Google Result માં જુદી-જુદી વેબસાઈટના પરિણામ બતાવશે.
  • જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • કમિશ્નર કુટીરની અધિકૃત વેબસાઈટ ખૂલ્યા બાદ Menu Bar માં “E-Kutir” દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે “Manav Kalyan Yojana 2025” માટેની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે Login બનાવેલ નથી તો આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

Online Application Form । ઓનલાઈન ફોર્મ

  • E-Kutir Portal પર આપેલા For “New Individual Registration Click Here” પર ક્લિક કરવાની રહેશે.
  • હવે તમારે “નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો” ભરવાની રહેશે.
  • જેવી કે અરજદારનું નામ, આધારકાર્ડ, જન્મતારીખ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને “નોંધણી કરો” તે બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બટન પર ક્લિક કર્યા બાદ નવુ પેજ ખૂલશે. જેમાં “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” પૂછવામાં આવશે. જેમાં “પુષ્ટિ કરો” તેના પર ક્લિક કરવી.
  • ત્યારબાદ “Registration successfully! Your UserID for Login is 2200**** નંબર આવશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધવાનો રહેશે.
  • હવે “Login to Portal”  પેજમાં આવીને UserId , Password અને Captcha Code નાખીને “Login” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • લોગિન કર્યા બાદ “Profile Page” આવશે. જેમાં બાકી રહેલી માહિતી ભરીને “Update” પર ક્લિક કરવાનું રહેશે.
  • માંગ્યા મુજબની માહિતી Update કર્યા બાદ Save કરવાનું રહેશે.
  • હવે તમારી Profile Page માં જુદી-જુદી યોજનાઓ બતાવશે. જેમાં “માનવ કલ્યાણ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • Manav Kalyan Yojana Online પર ક્લિક કર્યા બાદ તેની માહિતી ખૂલશે, જેને વાંચ્યા બાદબાદ “Ok” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે અરજદારે “અરજીની વિગતો” જેવી કે ટુલકીટનું નામ, શૈક્ષણિક લાયકાતલાયકાત, ટેકનિકલ વિગતવિગત, આવક અંગેની વિગતો, ધંધાનું નામ વગેરે માહિતી ભર્યા બાદ “Save & Next” પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલરેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્‍ટ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.