Namo Lakshmi Yojana Gujarat 2024 Apply Online | નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત સરકાર આપી રહી છે રૂપિયા 50,000 ની સહાય

Namo Lakshmi Yojana Gujarat 2024 : ગુજરાત ભુપેન્દ્ર પટેલ સરકારે નમો લક્ષ્મી નામની યોજનાની જાહેરાત કરી છે, આ યોજનામાં ગુજરાતમાં અભ્યાસ કરતી ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીની વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાત સરકારના બજેટ સત્ર દરમિયાન 02 ફેબ્રુઆરી 2024 ના રોજ આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, આ યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને સીધી બેંક ખાતામાં શિષ્યવૃત્તિ જમા કરવામાં આવે છે. સરકાર દરેક વિભાગને ધ્યાનમાં રાખીને બજેટ બનાવતી હોય છે અને સરકારની આ યોજનાનો હેતુ છોકરીઓ માટે તેમના શિક્ષણના અનુસંધાનમાં નાણાકીય અવરોધોને દૂર કરી તેઓને આગળ વધારવામાં આવે છે.

Namo Lakshmi Yojana Gujarat 2024 । નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024

જેમ આપણે આગળ વાત કરી તે પ્રમાણે, નમો લક્ષ્મી યોજના ખાસ કરીને ગુજરાતની વિદ્યાર્થીનીઓ માટે બનાવવામાં આવી છે, આ યોજનામાં ચાર વર્ષમાં કુલ રૂપિયા 50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. સરકાર દ્વારા 2024-2025 ના નાણાકીય વર્ષ માટે રૂપિયા 1,250 કરોડના બજેટની ફાળવણી ફક્ત આ યોજના માટે કરી છે તથા આ યોજના અંતર્ગત વાર્ષિક 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને લાભ તેવું ગુજરાત સરકારનું આયોજન છે.

યોજનાના ઉદ્દેશ્યો

દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણ એક મહત્વની ભૂમિકા ભજવે છે અને કોઈપણ દેશનો વિકાસ શિક્ષણ દ્વારા જ સંભવ છે. આ બાબતો ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકરની નમો લક્ષ્મી યોજનાનો પ્રાથમિક ધ્યેય ગુજરાતમાં કન્યાઓને આર્થિક સહાય આપીને કન્યાઓના શિક્ષણમાં સતત શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજનાનો હેતુ પુરુષ તથા મહિલા બંને સમાનતાને પ્રોત્સાહન આપવા, લિંગ ભેદભાવ દૂર કરવા અને છોકરીઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનો છે. તેમના શિક્ષણ સંબંધી મુશ્કેલીઓ દૂર કરીને ટેકો આપીને, સરકાર આ છોકરીઓને ભવિષ્યમાં વધુ સારી રોજગારની તકો માટે તૈયાર કરવાની આશા રાખે છે.

શિષ્યવૃત્તિની રકમની માહિતી

આ યોજના હેઠળ, વિદ્યાર્થીનીઓને નીચે મુજબની આર્થિક સહાય મળશે.

  • ધોરણ-9: રૂપિયા 10,000 પ્રતિ વર્ષ
  • ધોરણ-10: રૂપિયા 10,000 પ્રતિ વર્ષ
  • ધોરણ-11: રૂપિયા 15,000 પ્રતિ વર્ષ
  • ધોરણ-12: રૂપિયા 15,000 પ્રતિ વર્ષ

આ યોજનામાં ધોરણ-9 થી ધોરણ-12 સુધી કુલ લાભની રકમ રૂપિયા 50,000 થાય છે.

લાયકાત

નમો લક્ષ્મી યોજના માટે અરજી કરવા માટે, અરજદારો ગુજરાતના સ્થાયી નિવાસી હોવા જરૂરી છે તેમજ ઓછાંમાં ઓછી ઉંમર 13 વર્ષ તથા વધુમાં વધુ ઉમર18 વર્ષની વયની વિદ્યાર્થીનીઓ અને ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી હોવા જોઈએ. આવકની વાત કરીએ તો આ યોજનામાં પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2,00,000 થી વધુ ન હોવી જોઈએ. આ યોજના સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ માટે ઉપલબ્ધ છે.

જરૂરી દસ્તાવેજો

ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજનામાં અરજી કરવા માટે અરજદારોએ પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સરનામાંની વિગત, જાતિનો દાખલો, આવકનો દાખલો અને પાછલા વર્ષની માર્કશીટ સહિત અનેક દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

નમો લક્ષ્મી યોજના ઓનલાઈન 2024 અરજી કરો (અરજી ફોર્મ PDF)

ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ જલ્દી લક્ષ્મી યોજના અંતર્ગત ઓનલાઇન અરજી સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. પરંતુ મિત્રો હાલમાં આવેલા અપડેટ અનુસાર હવે Namo Laxmi Yojana Application Form PDF ઉપલબ્ધ કરાવવામાં નહિ આવે. કેમ કે આ યોજના અંતર્ગત આવેદન પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઇન કરવામાં આવેલી છે.

ઓનલાઇન અરજી પ્રક્રિયા કરવા માટે લાભાર્થી એ તેમના વર્ગ શિક્ષક ની મુલાકાત લેવાની રહેશે. મુલાકાત લેતી વખતે ઉપર બતાવવામાં આવેલા બધા ડોક્યુમેંટ્સ સાથે લઈ જવાન રહેશે, એટલે તમારા વર્ગ શિક્ષક જ તમારી અરજી ઓનલાઇન આધકારીક વેબસાઇટ પર કરી દેશે. આ પ્રક્રિયા કોઈ પણ વિધ્યાર્થી પોતાની રીતે કાર શકશે નહિ.

જરૂરી લિંક

યોજનાની વધુ માહિતી માટેઅહીં જુઓ