પાવર ટીલર સહાય યોજના 2024 ઓનલાઇન અરજી કરો

ગુજરાત સરકારે ખેડૂતોને મદદ કરવા માટે વિવિધ યોજનાઓ રજૂ કરી છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને આધુનિક ખેતી સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેમાં પાવર  ટીલર સહાય યોજનાનો સમાવેશ થાય છે.

પાવર ટીલર સહાય યોજના 2024

પાવર ટીલર સહાય યોજના હેઠળ, ગુજરાતના ખેડૂતો પાવર ટીલર જેવી આધુનિક ખેતી ઓજાર પર સબસીડી મેળવી શકશે. આ સહાય યોજના દ્વારા ખેડૂતને રૂ. 50,000 થી 85,000 સુધીની સહાય મળવી શક્ય છે, જે પાવર ટીલરની શક્તિ (HP) પર આધાર રાખે છે.

પાવર ટીલર સહાય યોજના 2024 માટે પાત્રતા

  • ~ અરજી કરનાર ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાની જમીન હોવી જરૂરી છે.
  • પાવર ટીલર યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતએ આઇ-ખેડૂત પોર્ટલ પરથી અરજી કરવી પડશે.
  • ખેડૂતે એ એમ્પેનલમેન્ટ માં સમાવેશ થયેલ ઉત્પાદક અથવા અધિકૃત વિક્રેતા પાસેથી સાધન ખરીદવું પડશે.

પાવર ટીલર સહાય યોજના 2024 માટે સબસીડી ના પ્રમાણ

  • 1. 8 HP પાવર ટીલર માટે : કુલ ખર્ચના 40% અથવા ₹50,000 (જે ઓછું હોય તે)
  • 2. 8 HPથી વધુ પાવર ટીલર માટે : કુલ ખર્ચના 40% અથવા ₹70,000 (જે ઓછું હોય તે)

અનુસૂચિત જાતિ, જનજાતિ અને નાના-મોટા ખેડૂત માટે

  • 1. 8 HP પાવર ટીલર માટે : કુલ ખર્ચના 50% અથવા ₹65,000 (જે ઓછું હોય તે)
  • 2. 8HP થી વધુ પાવર ટીલર માટે :કુલ ખર્ચના 50% અથવા ₹85,000 (જે ઓછું હોય તે)

પાવર ટીલર સહાય યોજના 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો

  •  લાભાર્થી ખેડૂતની જમીનની નકલ (7/12)
  •  રેશનકાર્ડની નકલ
  •  આધાર કાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ અથવા જનજાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  •  વિકલાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  •  સંયુક્ત જમીન હોય તો અન્ય હિસ્સેદારનું સંમતિપત્રક
  •  આત્મા રજીસ્ટ્રેશનની વિગતો (જો છે)
  •  સહકારી મંડળીના સભ્ય હોવાની વિગતો (જો હોય)
  •  દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોવાની વિગતો (જો છે)
  •  બેંક ખાતાની પાસબુક
  •  મોબાઈલ નંબર

પાવર ટીલર સહાય યોજના 2024 હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • 1. પહેલા ‘Google’માં ‘ikhedut Portal’ ટાઈપ કરો અને સર્ચ કરો.
  • 2. સર્ચ રિઝલ્ટમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલો.
  • 3. ‘યોજના’ પર ક્લિક કરો.
  • 4. “પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” પસંદ કરો.
  • 5. “પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય” યોજના પસંદ કરો.
  • 6. તમામ માહિતી વાંચ્યા બાદ ‘અરજી કરો’ પર ક્લિક કરો.
  • 7. હવે ‘રજીસ્ટર અરજદાર ખેડૂત છો?’ આ પ્રશ્નનો જવાબ ‘હા’ કે ‘ના’ આપો.
  • –  જો પહેલા રજીસ્ટ્રેશન કર્યું છે તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • –  જો નવું રજીસ્ટ્રેશન કરવાનું હોય તો ‘ના’ પસંદ કરીને નવી અરજી ભરો.
  • 8. અરજીમાં તમામ માહિતી ભરીને ‘સેવ’ કરો.
  • 9. ફરીથી તમામ વિગતો તપાસો અને ‘કન્ફર્મ’ કરો.
  • 10. અંતે, અરજી નંબરના આધારે પ્રિન્ટ કાઢી શકો.

મહત્વપૂર્ણ સૂચન : અરજી કન્ફર્મ થયા પછી કોઈ ફેરફાર શક્ય નથી.