Smart Hand Tool Kit Yojana 2024: સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના અંતર્ગત મેળવો 10000 ની સહાય

Smart Hand Tool Kit Yojana 2024: રાજ્યના સરકાર ખેડૂતોની ઉન્નતિ માટે અને ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. રાજ્યના Agriculture cooperation department દ્વારા ikhedut portal તૈયાર કરેલ છે. જેના માધ્યમ દ્વારા ખેતીવાડી યોજનાઓની માહિતી ખેડૂતોને સરળતાથી મળી રહે. આ ઉપરાંત ખેડૂતો વિવિધ સહાય યોજના જેવી કે ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓની માહિતી મેળવી શકે. ખેડૂતો પોતાના ખેત-પેદાશો તેમજ વિવિધ બજારભાવની જાણકારી પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા મેળવી શકે છે.

Smart Hand Tool Kit Yojana 2024 : સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના 2024

યોજનાનું નામસ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશ ખેત મજૂરોને રાહત દરે સાધન સહાય
લાભાર્થી સીમાંત અને ખેત મજૂરોને
સહાયની રકમકુલ ખર્ચના 90% અથવા રૂ.10,000 (દસ હજાર)
બે માંથી ઓછું હોય તે સહાય મળશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવીClick કરો.

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ નો હેતુ

રાજ્યમાં સિમાંત ખેડૂતો તથા એકદમ ઓછી જમીન ધરાવતા હોય અને ગ્રામ વિસ્તારોમાં ખેતી વ્યવસાય સાથે હોય તેમને મળવાપાત્ર થશે. ખેતી સાથે જોડાયેલા ખેત મજૂરોને ખેતીમાં વધુ કઠિન પરિશ્રમ ન કરવો પડે અને તેમની ઉત્પાદક ક્ષમતામાં વધારો થાય તે માટે આ સાધન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેત શ્રમિકો, મજૂરો અને સીમાંત ખેડૂતોને રાહત દરે “સ્માર્ટ હેન્‍ડ ટુલ્સ કીટ” આપવામાં આવશે.

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ મેળવવાની પાત્રતા

  • અરજદાર ખેડૂત હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી આર્થિક રીતે નબળા,ઓબીસી, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ અને જનરલ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
  • અરજદાર ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • i khedut smart tools આજીવન એક જ વાર લાભ મળશે.
  • smart hand tool kit યોજનાનો લાભ માટે ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય

ગુજરાત રાજ્યના ફક્ત સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને કુલ ખર્ચના 90% અથવા રૂપિયા 10,000 (દસ હજા) બે માંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળવાપાત્ર થશે. અરજદાર ખેડૂતોઓએ અરજીમાં પસંદ કરેલા સાધનો અને તેની સંખ્યા મુજબ ખરીદી કરવાની રહેશે.

સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ સૂચિ

Gujarat Smart Hand Tools Kit Yojana 2024 હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને રાહત દરે સાધન સહાય આપવામાં આવે છે. આ સાધનોનું List નીચે મુજબ છે.

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સ્કીમ દસ્તાવેજ

i-khedut portal દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં વિવિધ સરકારી યોજનાઓના Online Form ભરવાના ચાલુ થયેલ છે. જેમાં આ યોજનાની ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

1. ખેડૂત કે ખેતમજૂરનું આધારકાર્ડની નકલ

2. ikhedut portal 7 12

3. રેશનકાર્ડની નકલ

4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ (જો હોય તો)

5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

6. જમીનના 7/12 અને 8-અ માં સંયુક્ત ખાતેદારના કેસમાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

મિત્રો સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના માટે ઓનલાઈન અરજી સારુ તમે આઈ ખેડુત પોર્ટ્લ પર અરજી કરવાની રહેશે, પરંતુ હાલ તેની અરજી પ્રક્રીયા ચાલુ નથી પરંતુ જ્યારે પણ ચાલુ થશે એટલે અમે સૌથી પહેલા તેની માહિતી તમારી સાથે સેર કરીશું. તો ઓનલાઈન અરજી કરવા માટે નિચે આપેલ પગલાં અનુસરી શકો છો.

  1. સૌ પ્રથમ આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) ની મુલાકાત લો.
  2. “યોજનાઓ” વિભાગમાં જાઓ અને ત્યાં ખેતીવાડીને લગતી યોજનાઓ પસંદ કરો.
  3. ત્યારબાદ હવે “સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના” પસંદ કરો.
  4. યોજનાની સામે આપેલ “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
  5. જરૂરી વિગતો જેવી કે, આધાર કાર્ડ નંબર, બેંક ખાતાની વિગતો, જમીનની વિગતો વગેરે ભરો.
  6. જરૂરી દસ્તાવેજો જેમ કે, આધાર કાર્ડ, બેંક પાસબુક, 7/12 અને 8-અ ની નકલ અપલોડ કરો.
  7. છેલ્લે તમામ વિગતો ચકાસ્યા બાદ તમારા અરજીને સબમિટ કરો.