કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં ખેડૂતલક્ષી યોજના, પશુપાલન યોજના, બાગાયતી યોજના વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં ખેડૂતો માટે તાજેતરમાં કેટલી યોજનાઓ ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેમાં Smartphone Sahay Yojana છે. આ યોજના ખૂબ જ પ્રચલિત છે. પરંતુ આ યોજનાનું ઓનલાઈન ફોર્મ “વહેલા તે પહેલાં” ના ધોરણે ઓનલાઈન ભરવાનું હોય છે. આવા સમયે ઘણા બધા લોકોના ઓનલાઈન ફોર્મ ભરાતા નથી. તો ચાલે સફળતાપૂર્વક કેવી રીતે ભરવું? તેની સંપૂર્ણ માહિતી મેળવીએ.
Smartphone Sahay Yojana Online Form
આઈ-ખેડૂત પોર્ટલ પર ભરાય છે. પરંતુ આ ફોર્મ “વહેલાં તે પહેલાં” ના ધોરણે ભરાય છે. આ યોજનામાં તાલુકા અને જિલ્લા દીઠ લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે. Ikhedut Portal પર આ ફોર્મ લક્ષ્યાંક પૂર્ણ થાય તે પહેલાં ભરવાનું હોય છે. તો આવી પરિસ્થિતિમાં તાત્કાલિક ભરવાનું હોય છે. તો આજે આપણે તેના વિશે માહિતી મેળવીશું.
Smartphone Sahay Yojana : Overview
યોજનાનું નામ | સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આ યોજનાનો ઉદ્દેશ શું ? | રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય આ બન્નેમાંથી જે ઓછું હોય તે |
ક્યાં લાભાર્થીઓને સહાય મળશે ? | રાજ્યના ખેડૂતો |
સહાય | રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.6000/- સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40 % સુધી સહાય. |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી ક્યારે ચાલુ થશે ? | તા-18/06/2024 ના સવારના 10.30 કલાકે ઓનલાઈન ચાલુ થશે. |
ઓનલાઈન અરજી કરવા માટેની સીધી લિંક | https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/ |
સફળતાપૂર્વક ઓનલાઈન અરજી કરવા શું બાબતો ધ્યાનમાં રાખવી ?
તમામ ખેડૂતો મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય છે. જેમાં તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરવા ઈચ્છા રાખતા હોય છે. તો તમારે નીચેની બાબતો ધ્યાને રાખવાની જરૂર છે.
- તમારે સ્માર્ટફોન સહાય યોજનાનું ફોર્મ ભરવા માટે, આઈ-ખેડૂત પોર્ટલ પર જે ટાઈમ આપ્યો હોય તે સમયે નજીકના CSC Center, VCE તથા સાઈબર કાફે પર જાઓ.
- તમારું ફોર્મ ભરવાનું હોય તો માંગ્યા મુજબની માહિતી Notepad, Word માં ટાઈપ કરો.
- જે સમયે ઓનલાઈન ફોર્મ ચાલુ થાય ત્યારે ikhedut Portal ની વેબસાઈટ ખોલો.
- Notepad, Word માં ટાઈપ કરેલી માહિતી દ્વારા Copy અને Paste કરો.
- તમે જેટલું ઝડપથી આ Copy-Paste કરો તેટલું ઝડપથી કરો, અને ત્યારબાદ Save બટન પર ક્લિક કરો.
- છેલ્લે, તમારી તમામ માહિતી ચેક કરીને Confirm બટન પર ક્લિક કરો.
સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Smartphone Sahay Yojana 2024 Online Form કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.
- સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ખોલીને તેમાં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં ikhedut portal ની ઓફિશિયલ ખોલવી.
- આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
- અધિકૃત વેબસાઈટ પર “યોજના” પર ક્લિક કર્યા પછી, નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
- ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
- જેમાં “સ્માર્ટફોન સહાય યોજના 2024” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
- જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર અગાઉ કરેલું હોય તો “હા” સિલેકટ કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
Online Application Form । ઓનલાઈન અરજી ફોર્મ
- ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને Captcha Code નાખવાનો રહેશે.
- લાભાર્થી ખેડૂત દ્વારા આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
- ખેડૂત લાભાર્થી દ્વારા આ યોજનાની ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
- આ યોજનામાં ઓનલાઈન ભરેલી ખરાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ ઓનલાઈન એપ્લિકેશમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
- ખેડૂત લાભાર્થીએ Online Application કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કઢાવાની રહેશે.
- છેલ્લે, અરજી પ્રિન્ટ કરીને જરૂરી સહી અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે.